Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,889 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 31,087 દર્દીઓ સાજા થયા છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) મહામારીની ચપેટમાં આવેલા દર્દીઓની રિકવરીમાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશના 5 રાજ્યોમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓએ મહામારી સામે જંગ જીતી છે. આ આંકડા દેશભરમાં ઠીક થયેલા દર્દીઓના 55 ટકા છે. એટલે કે આ 5 રાજ્યોમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા દેશભરમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યાના 55 ટકા છે. આ રાજ્યો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ.
સ્વદેશી કોરોના રસી Covaxin ના પહેલા ફેઝની ટ્રાયલ એકદમ સફળ, કોઈ જ સાઈડ ઈફેક્ટ નહીં
દેશમાં કોરોનાના ઘટી રહ્યા છે કેસ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,889 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 31,087 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 99,79,447 પર પહોંચ્યો છે. જેમાંથી 3,13,831 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે જ્યારે 95,20,827 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 338 લોકોએ દેશમાં જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 1,44,789 થયો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Corona Update: કોરોનાની રસી માટે આ કાર્ડની ખાસ જરૂર પડશે, હાથવગું રાખજો, નહીં તો પસ્તાવવાનો વારો આવશે
5 રાજ્યોમાં કોરોનાના 50 ટકા ઉપર રિકવર થયા દર્દીઓ
દેશના 5 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના દર્દીઓ સૌથી વધુ રિકવર થયા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ. મહારાષ્ટ્રમાં કોરોનાના 17,69,897 દર્દીઓ અત્યાર સુધી રિકવર થાય છે. જે ટકાવારીમાં 93.80 ટકા થાય છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 8,77,199 દર્દીઓ રિકવર થયા છે. ટકાવારીમાં 96.97 ટકા છે. આંધ્ર પ્રદેશમાં 8,65,327 દર્દીઓ જે ટકાવારીમાં 96.97 ટકા, તામિલનાડુમાં 7,80,531 દર્દીઓ ટકાવારીમાં 97.28 ટકા, અને કેરળમાં 6,22,394 દર્દીઓ ટકાવારીમાં 91.07 ટકા અત્યાર સુધીમાં રિકવર થયા છે. 5 રાજ્યોમાં દેશના 55 ટકા દર્દીઓ રિકવર થયા છે.
Corona Vaccine Impact: કોરોનાની રસીની આડઅસર પર સરકારે આપ્યું મોટું નિવેદન, જતાવી આ આશંકા
ગુજરાતમાં કોરોનાના 1115 નવા કેસ
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેમ જણાય છે. રાજ્યમાં નવા 1115 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 1305 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,15,528 દર્દીઓ સાજા થયા છે
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 92.82 ટકા થયો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 843.62 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88,89,965 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube